લાડમાં બધાના દુઃખો એ ભુલાવાની તાકાત રાખે છે,
કાબુલીવાલાની મીની બની સ્નેહને પરમ સંબંધ માને છે.
કલર કરતા કરિઅરની ફિકર પહેલાં એ કરતી હોય છે,
પારૂલની શ્રેણીમાં આવવા સાડીના બંધનને અવગણે છે.
સ્વાભિમાનથી બધે લડે છે સ્કર્ટની નિંદા વાસે સાડીના અત્યાચાર છુપાવે છે,
એ મૃણાલ બની પોતાનું સ્વાભિમાન બચાવી અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ છે.
લાડ આપી સંસ્કાર સ્કીમમાં આપે છે બાળકો માટે મેન્ટર બને છે,
જરૂર પડ્યે મધર ટેરેસા કે મધર ઇન્ડિયા બની સંભાળ કે શિક્ષા દે છે.
જીવન આખું પરિવારને સોંપે છે એ સ્ત્રી છે પંચ કિરદાર બખૂબી નિભાવે છે
ઓ સ્ત્રી તું ધન્ય છે ત્રિભોવનનાથ પણ ભુભુવનમાં આવવા તારો આશરો લે છે
― અપૂર્વ ઓઝા (કલમપંખ)