Gujarati Quote in Poem by Mahi Nikunj Raval【મીત】

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરોઢની પહેલી કિરણોની જેમ જન્મે છે. "બાળકી"
દિવસમાં જતી પહરથી બીજી પહર સુધીના સમયની જેમ,
જીવનમાં આગળ વધે છે. "વિધાર્થીની"
બપોરની કંપકપતી ધરતીની જેમ તપે છે જેની જિંદગી
પોતાના જીવનને ભણતરથી સજાવે એ "કન્યા"
ધગધગતા તાપથી ઉભરીને અર્ધસધ્યાની જેમ,
જિંદગીને દરેક કંલકથી દૂર રાખે છે " યુવતી"
સાજની ગુલાબી-પીળી સધ્યાની જેમ શૃંગારધેલી
પાનેતર પહેરી વિવાહ મંડપમાં જાય છે "દુલ્હન"
ઢળતી સંધ્યાની જેમ દરેક રંગમાં ભળી જાય જેમ
પતિ અને સાસરિયાના રંગમાં રંગાઈ જાય છે "કુલવધુ"
આથમતી સંધ્યાનો જે મધુર વાયરો વાય છે જેમ
પતિની દરેક સુખ-દુઃખમાં મિત્રની જેમ સાથે રહે તે "પત્ની"
કુટુંબ સમયની જેમ બધા ભેગા થાય છે.
બધાને પ્રેમથી ભેગા રાખે છે "ગૃહિણી"
રાત્રીએ બીજા દિવસના સ્વપ્ન જુએ છે જેમ
પોતાના ગર્ભમાં ૯ માસ ઉછેરે છે તે "માતા"
ભરનિદ્રા માથી ઉઠવાનુ મન શા માટે ન થાય તેમ
જેને ઉલ્લેખવું અઘરું થાય તે "સાસુ"
દિવસના શરૂથી અંત આવે ત્યારે કેવાય છે આવી છે જિંદગી જેમ
કોઈ પણ સ્વરૂપ હોય પણ અંતે કહેવાય છે "સ્ત્રી"

Gujarati Poem by Mahi Nikunj Raval【મીત】 : 111672816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now