નાજુક નમણી નાગરવેલ
એ નખરાળી નાર.
મનમાં વસતી સ્વપ્ન સજાવતી
એ તો સજે સોળ શણગાર.
હસતી સદાયે એ રંગરંગીલી
એનું રૂપ અપરંપાર.
દર્શ અનોખું એ અલબેલી
સૂર સૂરીલી સોહાય.
કેશ ભમ્મરિયા રેશમીયાં
નયન મૃગનયની અમી વરસાય.
પુષ્પ પંખુડી અધરોમાં
હાસ્ય અવિરત વહાય.
સોહામણી એ નાર નાજુક
સ્ત્રી શક્તિ સ્વરૂપે પુજાય.
- યશકૃપા
-Shital Goswami