કાળા ડિંબાગ અંધકારને ચીરીને
સૂરજના કિરણો શોધવા ચાલતો થયો
ખિસ્સાને ફંફોસવાનું છોડી, કુદરતનો
મબલખ ખજાનો લુંટવા ચાલતો થયો
સિમેન્ટ કોંક્રિટ ના આવરણો ને વિખેરીને
દરિયાની ભરતીમાં શ્વાસ ભરવા ચાલતો થયો
મેળાવડા ના ઘોંઘાટો થી વિપરીત
મારા ખુદના અવાજને સાંભળવા ચાલતો થયો
✍️પ્રેમ - આનંદ