હું તારો અને તું મારો સુખ દુઃખ નો છો સાથી
તું મારી જાત ને પરખવાનો છો સંગાથી
હદયમાં રહેલી વેદનાને ઠાલવવા નો તું છો દરિયો
મારી આત્મા ની ડાયરીને પૂરવાનો તું છો ખડિયો
તારા માં મારી એક સારી છબી જોવું છું
તારી - મારી મિત્રતા ની સાથે જીવન જીવું છું
દર્પણ સમો હું ખુદને મનાવી રહ્યો છું
જીવનના નવા પન્ના ને નિભાવી રહ્યો છું
ઊભો રહી તારી સામે હસી રહ્યો છું
વીતેલા દિવસો ની યાદો સંકેલી રહ્યો છું
જોઈ તારી સામે મારી આત્માને જ ખોજી રહ્યો છું
મારા અંતર માં રહેલા દુર્ગુણો ને ત્યજી રહ્યો છું