કબીરા શબ્દ શરીર મેં,
બિન ગુન બાજે તાંત..
બાહર ભીતર રમી રહા,
તાતેં છૂટી ભ્રાંત....
કબીર કહે છે કે શબ્દ-બ્રહ્મ આ શરીરમાં જ રહીને નિર્ગુણ હોવા છતાં વીણાના તારની માફક વાગી રહ્યો છે (મતલબ કે સગુણ થઈ રહ્યો છે) જે શબ્દ-બ્રહ્મ શરીરની બહાર સચરાચરમાં વ્યાપીને રમી રહ્યો છે તે જ શબ્દ-બ્રહ્મ શરીરની અંદર પણ રહ્યો છે. આ પ્રકારની પ્રતીતિ થવાથી તમામ ભ્રાંતિઓ ભાંગી ગઈ છે....
બહાર ભીતરની અંદર કે બહારની કોઈ ભ્રાન્તિ રહેતી નથી...