સંબંધોના સમીકરણો બધાના અલગ વર્તાય છે,
એકને સારા ને બીજાને નરસા પણ દેખાય છે..
એક બે ઉપદેશ ભૂલથી પણ જો આપી દો કોઈને,
ત્યારથી જીવન પર તમારા બારીકાઈથી નજર રખાય છે..
જીવો અને જીવવા દો બસ કહેવા ખાતર જ છે,
જીવન પર બીજાના ધ્યાન આપ્યા વગર ક્યાં રહેવાય છે ?
સામાજિક પ્રાણીની હરોળમાં એમ જ આવી ગયા આપણે,
સ્વાર્થ સિવાય સામાજિક કશેય ક્યાં થવાય છે !!
શરતો સાથે જીવવાની મજા જ અલગ હોય છે,
સરળતાથી મળી જાય એની કિંમત ક્યાં સમજાય છે ?
ડગર હો આકરી તોય આનંદમય થાય છે,
મંઝિલે પહોંચ્યા પછી તો એકલા પડી જવાય છે..
© હિના દાસા
-HINA DASA