Vanshika જેનો અર્થ થાય છે વાંસળીના સૂર જે હમેશાં મનને આનંદ આપે છે. બીજો અર્થ થાય છે પીપર જે એક ઘટાદાર વૃક્ષ છે જે હમેશાં છાયો આપે છે તેમ દીકરી ઘર નું વૃક્ષ છે ઘટાદાર જે હમેશા પ્રેમરૂપી છાયો આપે છે પણ જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે વૃક્ષ ની છાયા ઓછી થાય છે. બીજો અર્થ છે અગરચંદન જેનો અર્થ સુગંધીદાર કૃષનચંદન થાય એટલે vanshika જેનો અર્થ જ થાય છે સુગંધ એ લાગણી કેરી ,પ્રેમ,વ્હાલ નું સરનામું .
આંખો માસૂમ પણ તેનું તેજ એટલું કે જાણે ,
ભાસ્કર પણ સરમાઈ જાય ,વ્હાલા ભાણી બા સામે .
ચાંદલડી પણ જાણે એક ચિતે નિહાળે .
તેજ એવું કે વાંસળી ના સૂર પણ થંભી જાય .
જાણે સ્મિત કાઇક કહી રહ્યું છે. નાનકડી મુસ્કાન જાણે
બધા જોઈને મન હરખાઈ જાય.
વ્હાલ કેરો દરિયો છે સ્મિત એનું જાણે ચેહરા ની ચમક
જાણે એ સ્મિત પણ કેટલું સુંદર છે આ તો અમારા ભાણીબા
ઝરણું જેમ મંદ મંદ કરી એક જ ઢાળ મા વહી ગયું
એમ તમારું સ્મિત જાણે કોઈ શબ્દ ના કહી શકીએ
તેજ એવું કે જાણે સ્નેહની વર્ષા કર્યા વગર ના રહી શકાય .
Vanshikaba નું સ્મિત હમેશા આમ મહેકતું જાય.
મમ્મીનાં લાડકી દીકરીબા , નાનીમાં વ્હાલ વરસાવે ઘણું.
-VAGHELA HARPALSINH