Gujarati Quote in Poem by S Gor

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના ઘર બની શકી ના મંજિલ બની શકી...
એક વિસામો બનીને રહી ગઈ....

ના હમસફર બની શકી ના મિત્ર બની શકી...
એક હમરાઝ બનીને રહી ગઈ....

ના તરસ બની શકી ના પાણી બની શકી
એક મૃગજળ બનીને રહી ગઈ....

ના હકીકત બની શકી ના કલ્પના બની શકી
એક આશ બનીને રહી ગઈ.....

ના નજીક રહી શકી ના દૂર રહી શકી
બસ એક હ્રદયમાં રહી ગઈ.....

ના હું જઈ શકી ના એ આવી શક્યા
બસ વાટ નીરખતી રહી ગઈ....

ના રૂકમણી બની શકી ના  રાધા બની શકી
એક મીરા બનીને રહી ગઈ...

Gujarati Poem by S Gor : 111665278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now