લખતાં લખતાં મારી કલમ થંભી જાય,
જ્યારે પણ મને તારી યાદ આવી જાય,
મળી ન શક્યાં ક્યારેય સંજોગો ના અભાવે,
એ વાતનો મને અફસોસ રહી જાય.
જ્યારે પણ કરે છે પ્રેમની કોઈ વાતચીત,
ત્યારે મારા મોહ પર તારું નામ આવી જાય.
જ્યારે પણ વાચું કોઈ પ્રેમકથા સાચી,
તારી સ્મૂતી મારા દિલ માં વસી જાય.
કોઈ જ્યારે પૂછે મને કેટલો જોઈએ સાથ તારો,
તું જ ત્યારે છેલ્લો મારો શ્વાસ બની જાય...!
-Aarti Makwana