હેલો મારો સાંભળો ગુજરાતીઓ બધા
ચાલો આપણે જોઈએ ગુજરાત ની ગાથા
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો......
નર્મદ ની કવિતા ને, મેઘાણી નો કસુંબી રંગ
નરસૈયાની હૂંડી ,ને ઉમાશંકર નાં ઊર્મિ ગીત
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો....
સાબરમતી ના સંત છે ગુજરાત ની જાન
સ્ટેચ્યુ ઓફ યુનિટી છે નર્મદા ની શાન
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો....
સોમનાથ મહાદેવ છે ને ,દ્વારકા માં રણછોડરાય
પાવાગઢ નાં ડુંગરે માં મહાકાળી નો પડકાર
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો.....
અમદાવાદ માં કાકરિયા ને, કચ્છડો બારે માસ
અંબાજી માં પ્રજ્વલિત માં અંબા ની રે જ્યોત
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો......
રાજસ્થાની બાંધણી ને , પાટણ નાં પટોળાં
ગુજરાતી પહેરવેશ છે ગુજરાત ની પહેચાન
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો.....
તરણેતર મેળા ની અનોખી છે ભાત
હિન્દુ-મુસ્લિમ -શિખ -ઈસાઈ -જૈનીસમ ની જાત
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો....
અરણેજ માં બુટભવાની ને , ચોટીલા માં ચામુંડા માત
ગઢડા માં સ્વામિનારાયણ ને, સાળંગપુરમાં હનુમાનજીનો નાદ
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો.....
અતરંગી - સતરંગી એવું નવરંગી છે ગુજરાત
શૂન્ય માંથી સર્જન કરે એવું છે ગુજરાત
મારો હેલો સાંભળો હો હો હો જી હો જી રે મારો.....