Happy Valentine's Day !!!
પ્રેમ ઈશ્વર છે ને ઈશ્વર પ્રેમ છે
છે અમર આત્માને નશ્વર દેહ છે
હર દિવસ હો પ્રેમનો એ આસ છે
હર હ્ર્દયમાં ખૂબ મળતો નેહ છે
વેર ભૂલાવી કરું હું શુધ્ધ એ
એક નિર્મળ આતમા એ ભેટ છે
આ જગતનો પ્રેમ મિથ્યા ભ્રમ છે
પ્રેમ અવિનાશી ને શાશ્વત એજ છે
ઓ ખુદા લે ફૂલનો આ ગુચ્છ તું
તું જ છે વેલેનટાઈ,સ્નેહ છે
આ જગતની કોણ પરવા પણ કરે?
ઈશ્ક સપના નો ખુદા ને પ્રેમ છેઃ