જરાક દઝાડતી ઊની, લાગણી જોને,
તીરછી નજરે ઠંડક એ ,માણસી જોને;
મન છે માળવે જવું, મલકાય છે હૈયું,
હોંશે હોંશે હોશિયાર , વાપસી જોને;
ખટકો તો લાગશે, મચકોડી મોઢું જોશે,
સ્નેહ સરવાણી જરાક, આપસી જોને;
હોઠે ના છે , હૈયામાં હા , લટકાને મટકા,
વરણાગી સામગ્રી ની છે, ટાપસી જોને;
દરદર ભટકી રહ્યો , વૃત્તિના વંટોળ મહીં
આનંદ અંતરે લહ લહતી, લાપસી જોને;
-મોહનભાઈ આનંદ