ઓ માનવ થયો છે જન્મ તારો કે તું
અર્પણ કર આ વિશ્વ ને કંઈ સારું
સંવેદના ને વલોવીને નિર્દોષતા ને
અકબંધ રાખજે
હુંફાળા સંબંધો ને ઈર્ષા ના ત્રાજવે ન તોલજે
છો તું માનવ પણ રહેજે માણસ બની ને
દુનિયા ને સારું લગાડવા તું તને ન છેતરજે
આંખો માં ભરજે કરુણા ને હૈયે ભરજે હામ
રંક ને અન્ન નો ઓડકાર ને દિલ ને સધિયારો
કરજે તરબોળ સૌને આ પ્રેમ ની પિચકારી થી
-Shree...Ripal Vyas