આંખ થાકીને પછી નિર્ઝર બને,
લાગણી જાતે જ જ્યાં પગભર બને.
હું નથી સહમત તમારાં તર્કથી,
કે હતાશા, હારનો અવસર બને
મેં અહમ તડકે મુકી સંધી કરી
કોણ સારાં કામમાં નડતર બને.
સંપ રાખી જીવતાં જો આવડે,
આંઠ ફુટનો ઓરડો પણ ઘર બને.
જે ધનુર્ધર રામ થઇ, રાવણ હણે,
કોણ માને? એજ મુરલીધર બને.