અંતર્મુખ થઈને , જરા જૂઓ તો ખરા,
કેટલા તરંગો ઉઠે છે, જૂઓ તો ખરા;
કલ્પના નું બજાર ,ગરમાગરમ હોય ને,
શ્વાસમાં સ્વપ્ન તુટે છે, જૂઓ તો ખરા;
રંગીન મિજાજી ચાહમાં ,છે જિંદગી ને,
મસ્તરામ મન કૂદે છે, જૂઓ તો ખરા;
ચટપટી ને અટપટી, ચિત્ત વૃત્તિ બાંધીને,
દિવાનગી દિલ ઘૂંટે છે, જૂઓ તો ખરા;
ઘર થી ખબર સુધી પહોંચી જવું આખરે,
આનંદ ક્યાં ક્યાં છુટે છે, જૂઓ તો ખરા;
-મોહનભાઈ આનંદ