વિચારોની શરૂઆત ૨
૧૧/૦૨/૨૦૨૧
- તમારા પપ્પાનો ડર ફક્ત તમને જ લાગે કેમ?
કારણ ફક્ત તમારી સ્વ સુરક્ષા,તમે અથવા તમારું શરીર જાણે છે તમારી પાસે જે પણ છે એ બધું જ એમની દેન છે જો એ જ જતા રહેશે તો રસ્તા પર પણ જગ્યા નથી.
- શીખવું કેમ જરૂરી છે?
શીખવાની જરૂર એક જ વખત પડે છે કોઈપણ વસ્તુને જાણી લો તમને આગળ ફરીથી તેના માટે સમય કાઢવાની જરૂર નથી.
શીખતાં જઈશું તો જ આપણો વિકાસ થશે નહિતર ક્યાંય ઈજ્જત અને માન મળવાનું નથી.
- જિંદગીના કોરા કાગળમાં લીટા લખાણ જરૂરી છે મિત્રો
કોરું ને કોરું રહેશે તો કોઈક દુકાનમાં પડ્યા સળતા ચોપડા માફક જીવન એક્સપાયર થઈ જશે.
- મને જોઇતું મળે નહીં ત્યારે અજાણે મળતી ખુશીઓ અને માણસો તમને અચાનક જ કંઈક નવું આપશે આ જ છે 'કુદરત'.
- સમય નામનું ચકડોળ તમને મોજ કરાવવા તૈયાર જ છે તમે જ તેમાં બેસતા વિચાર કરો છો. કોઈની પાસે સમયની આ ટીકીટ ખરીદવાના પૈસા નથી એટલીસ્ટ તમને તો મળ્યા છે ખરીદો અને બેસો.
- સ્વ માટે ઘણું હોય તો થોડું આપવાનો ભાવ રાખજો આશીર્વાદના આ ઇન્વેસ્ટમેન્ટમાં તમને કુદરતી વ્યાજ સાથે પ્રોફિટ ડબલ આવશે.