ગંગાસતી ની વાણી...૩૩
🌸🌸🌸🌸🌸🌸🌸
અચળ વચન કોઈ દી ચળે નહિ પાનબાઈ !
તે તો અહોનીશ ગાળે ભલે વનમાં
સદગુરુ સાનમાં પરીપૂરણ સમજ્યા,તેને અહમભાવ આવે નહિ મનમાં
અચળ...
ભાઈ રે !
શરીર પડે પણ વચન ચુકે નહિ,ગુરુજી ના વેચ્યા તે તો વેચાય
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા,પણ બીજો બોધ ન ઠેરાય
વચન...
ભાઈ રે !
મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગોપાંગ
ત્રિવિધિના તાપમાં જગત બળે છે,તેનો નહિ લાગે તમને ડાઘ
વચન...
ભાઈ રે !
જીવનમુક્તિની દશા પ્રગટશે,હાણ ને લાભ જોને મટી જાય
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,પરમ ભક્ત તે કહેવાય
અચળ....
ભાઈ રે !
દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો,જેથી રીઝે નકલંક રાય
ગંગાસતી એમ બોલિયાં,તેને નહિ માયા કેરી છાંય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻