*મારી રે કટારી સંતો પ્રેમની*
✍🏻 *મગનીદાસ*
🎄🎄🎄🎄🎄🎄🎄
મારી રે કટારી સંતો પ્રેમની લાગી કલેજા માંહ્યજી
અંગોઅંગ માનહી વેદના નિશદિન ખટકે તન માંહ્યજી...
સદગુરુએ સીધા શર સાંધી ને તાકી માર્યા છે બાણ જી
ઘાયલ કીધા તન મન જ્ઞાન શુ એ સુખ જાણશે કોઈ જાણ જી...
વ્રેહ અગ્નિ રે જેના અંગમાં તપિયા તેના રે તનજી
સુખ ના ગમે રે સંસારના સદગુરુ સાથે બાંધ્યા મનજી...
પ્રીત છે રે જેને પ્રાણથી ગુરુ વિના ઘડી ના જીવાય જી
જળ થી વિખુટી જેમ માછલી તલખી તલખી મરી જાય જી...
પ્રીત જેવી રે બપૈયા તણી જેની નવ ટકે ટેક જી
પૃથ્વી પડયા રે જળ નહિ પીએ અધર બુંદ પીએ એક જી...
પ્રીત હશે રે જેને પુરવની મળશે ગુરુ તેને જ્ઞાનીજી
કહે મગનીદાસ હરિ ગુરુ સંતના નામને જાઉં બલિહારી જી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻