સવારામ બાપુ ની વાણી
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
એવો દાસ નો દાસ કહે છે પોકારી સુનો અદ્રૈત અરજ હમારી, ટેક,
નથી કોઈની નીંદા કરી મે નઠારી હરીજન હરદે જુવો ને વિચારી,
ગુરુ ગમની વાત મને બહું પ્યારી, સુનો અદ્રૈત અરજ,
નીરગુણ શીરગુણ દોયમત ધારી,વેદ વિરોધ મતિ નથી મારી, નથી વાણી આપા પંથી ઉચારી,અદ્રૈત અરજ
એવા સાધુ ભક્ત તણો હુ છુ ભીખારી અંતરની વાત કરી છે મારી,
ભલે કોઈ નીંદો કે કોઈ દીયો ગારી,અદ્રૈત અરજ
એવો કરું છું ધંધો નથી હું ભેખધારી, મળ્યા પુરૂષ કોઈ પર ઉપકારી,કહો મુને સાધુ કે સંસારી,અદ્રૈત અરજ,
એવી શંકા કોઈ રહે તો કહો કોઇ અહીં પધારી,
પાવન થાઉં હું કરું તમારી દેદારી સમજુ પુરૂષ ને જાવું બલીહારી,અદ્રૈત અરજ,
એવી ભુલચુક રહે તો કરો માફ મા જુદા ન જાણું,
છો પોતાની વાડી,
સુધારો બુધ્ધિ તમારી પહોંચાડી,અદ્રૈત અરજ,
એવી હરિ ગુરુ એ રેમ કરી મમ પ્યારી,
શબ્દ બળ ભર્યો ત્યારી
સદગુરૂ ચરણમાં સવો ચિત ધારી,અદ્રૈત અરજ હમારી,
🌺🌺🌺🌺🌺🌺સંતોના ચરણોમાં વંદન
🙏🙏👣👣🙏🙏