*વેલા બાવાના આગમ*
🍀🌺🍀🌺🍀🌺
એક મન કરો ને આરાધ
ગરવો આપેરે ગતને બેસણા
એક મન ધરી લયોને ધ્યાન
જાગીરે શકો તો નર તમે જાગજો
એવા જુનારે ગઢથી ગેબી જાગશે
એના ગઢ ઢેલડીએ મેલાણ
એવા હનમો જતીરે વાયક ફેરવે
અંજનીનો પૂતર આગેવાન
એવા નવ નવ હથથા જોધા જાગશે
ખાંડું હાથ રે અઢાર
તેર તેર મણના તિર બાંધશે
અને મણ ત્રીસ ની કમાન
હાટડીયું ના મહિડા તેદી વલોવાશે
એના બેડા દુધના અપાર
શેરડી એ કણ તેદી લાગશે
તેની ખીર નકલંક ને દ્વારે રંધાય
એવો સાહ્યબો પરણશે મારી સુંદરી
પરણશે મેઘલી નાર
એવો ગતનો દાસ વેલો બાવો બોલિયાં
આ છે આગમના એંધાણ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻