પતઝડ માં ખડિયૂ રે પાન
વસંતએ પિરસિયા હતાં જેને જિવદાયક ખાનપાન
વર્ષા એ પ્રેમથી, અનેક વાર એને કરાવિયું હતું સ્નાન
ડાળીથી થઈ અલગ , પતઝડ માં ખડિયૂ રે, એ પાન
થોડા જ દિવસ પહેલા, સુંદર અને ચમકીલો હતો એનો વાણ
એના રૂપનું પણ હતું એને, થોડુ થોડુ ગુમાન, અભિમાન
પણ તેજ હવાઓની થાપટ ખાઇ, વળિયૉ એનો ઘાણ
હવે એક હળવા ઝોંકાથિ ખડી પડીયું આં પતઝડમાં પાન
બસ આમજ માનવ બી કરે છે જવાનિમા રુપ નું ગુમાન;
કરે છે મૌજ મસ્તી, તોફાન, બની બેસે છે અણજાણ
મથે છે મેળવવા કિર્તિ, પૈસો, પ્રથીશ્ટા અને સનમાન
વૃદ્ધાવસ્તા આવતાજ થઈ જાય છે નિર્બળ, રુપ વિહોણો, બેજાન .
ખડી પડે છે બની એક સુકું બેજાન, પતઝડ નું પાન
આં જ છે માનવનું, આં રંગ બદલતિ દુનિયામાં સાચું સ્થાન
Armin Dutia Motashaw