કોણ જાણે ગગન નીલ નીલ કેમ છે?
ફૂલ જરા રંગીન ખિલ ખિલ કેમ છે?
ચાંદ ખેલે છે, ગગન માં જુઓ તમે,
આસમાની તારા , ઝિલમિલ કેમ છે?
સગવડો છે ઉતારે ,સંભાવના ખરેખર,
અગવડો મન ધારે , ચિલ મિલ કેમ છે?
ભાવ તો છે, સેવકો નો ખરેખરો,
તોય મતદાતા મરે ,તિલ તિલ કેમ છે?
છે સ્વભાવિક ત્યાંય આનંદ દિલમાં,
આજ મન પંખી, કિલ કિલ કેમ છે?
-મોહનભાઈ આનંદ