ક્યાં સુધી દોડાવીસ એ જિંદગી,
થાક દોડ નો હવે બહુ લાગે છે.
આમ દોડતા દોડતા શ્વાસ બહુ રૂંધાય છે,
શ્વાસ રૂંધાય જવાનો બહુ થાક લાગે છે.
કેટ કેટલી આધી, કેટ કેટલી વ્યાધિ જિંદગીમાં,
હવે આ આધી વ્યાધી, તણો બહુ થાક લાગે છે.
બહુ લાચારી બહુ પીડા છે જિંદગીમાં,
એ લાચારી તણો બહુ થાક લાગે છે.
ઉપાધિઓ કોને નથી જિંદગીમાં,
એ ઉપાધિઓ તણો બધાને થાક લાગે છે.
જીતવું બધાને ગમે છે જિંદગીમાં,
પણ બધાને "સ્વયમભુ" પોતાની હાર નો બહુ થાક લાગે છે.
ક્યાં સુધી દોડાવીસ એ જિંદગી,
થાક દોડનો હવે બહુ લાગે છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"