*લખિયા નહીં રે મટે*
✍🏻 *મોરારસાહેબ*
🌹🌹🌹🌹🌹🌹🌹
ઢાળ : લઇ લે લઇ લે લાવ જીવ તને જોતા નહી જડે.
લખિયા નહીં રે મટે જવ તલ વધે ના ઘટે
મેરે સાધુ ! જી રે લખિયા નહિ રે મટે.
દશરથ ચોક તલાવડી,શ્રવણ પાણીડાં ભરે
તાકી ને માર્યો તીરડો,આંધળા રુદન કરે...
રામ સરીખા રાજીયા,વનમાં ગમન કરે
કાળમુખ આવ્યો રાવણો, સતી સીતાને હરે...
લાખ રે ઘોડાની સાહ્યબી,માથે ચમર ઢળે
હરિસચંદ્ર સરખો રાજીયો,નીચ ઘર પાણીડાં ભરે...
પારધી એ માંડ્યો પાસલો,હરણી વનમાં ફરે
પાપ પુરવના આવી મલયા,આવી ફંદમા પડે...
દાસ ' મોરાર ' ની વિનંતી,ગુરુ ધ્યાન ધરે
દોહ્યલી વેળા ના આવજો,તમ બિરુદ વડે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻