આપે વિશ્વ ઠેરાયા...સંતોભાઈ આપે.....
આપે વિશ્વ ઠેરાયા શબ્દ સે, આપે વિશ્વ ઠેરાંયા,
આપ હી પહેલા કે વિશ્વ પહેલા, પહેલા કોણ દિખાયા,
આપ વિના વિશ્વ કહાસે, કહોને વાલા કોણ આયા. શબ્સ સે...આપે વિશ્વ...
સચરાચરમાં આપ હી વ્યાપક, અગમ અગોચર કાયાં,
દ્રષ્ટે તું કોઈના ન આવે, એવી રચી છે તે માયા, શબ્દ સે...આપે વિશ્વ...
જ્યાં જુઓ ત્યાં આપ જૈસા , સામા નજરે આયા,
સંત મળે તો સંત જેવા, જૂઠોને જગ ભરમાયા, શબ્દ સે॥આપે વિશ્વ...
નયણે નીરખી નિશ્રય કીધા, જબ સત્ય સ્વરૂપ દિખાયા,
ગુણ નહીં જબ નામ રખું કહા, આપ અનામી કાયા... શબ્દ સે...આપે વિશ્વ..
આવે અનામી જાવે નનામી, નામ કહાસે તું લાયા,
ગુરૂ પૂરૂષોતમ લાલકું મિલિયા, જબ સે નામ મૈ પાયાં.. શબ્દ સે...આપે વિશ્વ...