Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાસ રામૈયો ની વાણી
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
ઉગ્યા ભાણને હુવા અજવાળા મારી વસ્તુ ના વેપારી રે જી,
એવી એવી વસ્તુ કોણે વહોરીયુ નામ લેજો શ્રીહરિ રે જી, ટેક,

પહેલા તે જુગમાં પ્રહલાદ સીધ્યા જેને ઘરે રત્નાવલી રાણી રે જી,
સતને કારણીયે સ્થંભ ધખાવો તેદી સોનમે ચિડિયા જણાણી રે જી,
ઉગ્યા ભાણને હુવા,

બીજા તે જુગમાં હરિશ્ચંદ્ર સીધ્યા જેને ઘરે તારાદે રાણી રે જી,
સતને કારણીયે ત્રણેય વેચાણા ભરીયા નીચ ઘેર પાણી રે જી, ઉગ્યા ભાણને હુવા,

ત્રીજા તે જુગમાં યુધિષ્ઠિર સીધ્યા જેને ઘરે દ્રૌપદી નારી રે જી,
એક મના થઈને અલખ આરાધો તેદી ધર્મ પાળ્યો નીજારી રે જી, ઉગ્યા ભાણને હુવા,

ચોથા તે જુગમાં બળીરાજા સીધ્યા જેને ઘરે વીઝાવળી નારી રે જી
વામન રૂપ ધરી વાલો પધાર્યા તેદી હાથ ઓડાતા મોરારી રે જી, ઉગ્યા ભાણને હુવા,

આબુ શંખલગઢ કુંભોજી રાણો જેને ઘરે પંદરસો નારી રે જી,
સતીયે મળીને ધર્મ ચલાવો તેદી ભલી ભગતી તમારી રે જી, ઉગ્યા ભાણને હુવા,

સોરઠ દેશ ને ગામ કોળાબા એમાં સારો સુરો બે રબારી રે જી,
દિલ્હીયે જઇ બાદશાહ પરમોદો તેદી વૈકુંઠ વાતું વંચાણી રે જી, ઉગ્યા ભાણને હુવા,

ગઢ રે જુનાણો એમાં નાગર નરસૈંયો જેની હુંડીયુ હરિએ સ્વીકારી રે જી,
મામેરા વેળાએ વાલો મોરથઇ પધાર્યા તેદી વિઠ્ઠલ થયા વેપારી રે જી ઉગ્યા ભાણને હુવા,

ઉંચું તે દેવળ માતા અંબાજીનું નીચાં ગંગાજળ વારી રે જી,
રૂખડ ચરણે ભણે રામયો વેલા બાવાને બલીહારી રે જી ઉગ્યા ભાણને હુવા,
📿📿♨️♨️📿📿
સંતોના ચરણોમાં વંદન 🙏🙏👣👣🙏🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111656690
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now