Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીમાં મોટાભાગે આપણે અમુક નિશ્વાર્થ કાર્યો કરીએ છીએ ત્યારે ઈશ્વર કોઇના કોઇ સ્વરૂપે તેનો બદલો કંઈક સારી વસ્તુઓ આપીને અચૂક ચૂકવે છે.. Bindu 🌺
                ઘણીવાર આપણે વિચાર્યું પણ નથી હોતું અને ઈશ્વર આપણને અચંબિત સ્વરૂપે અગાથ આપે છે પણ મનુષ્ય તો પૈસો ,સત્તા અને સમૃદ્ધિની પાછળ ચિંતિત રહે છે અને આ ત્રણેય વસ્તુઓ મળ્યા પછી તો માનવતા નું મૂલ્ય જાણે વિસરાઈ જાય છે પણ શું આપણે મનની શાંતિ, સુખ ,આનંદ માટે કંઈ ન કરી શકીએ? શા માટે આપણે સત્તા અને પૈસા મેળવવાની લાલચમાં નાની નાની ખુશીઓ ને અવગણીએ છીએ..  આપણે આપણા આત્માની કે મનની ખુશી માટે કંઇક કરીએ જે આપણી જાતને ખુશ રાખવામાં મદદરૂપ થાય આપણે હંમેશા આપણા મોટાભાગનું જીવન અન્ય પાછળ જ ખર્ચ કરીએ છીએ તેના કરતાં આપણી જાત માટે થોડી ક્ષણો જીવી લઈએ તો.... Bindu

હંમેશા આર્થિક અને સાચા હૃદય ઇશ્વરને સાક્ષી માનીને અમુક કર્મ કરવા જોઈએ અને તે પણ એકદમ નિશ્વાર્થ ભાવે છે જેથી આપણે આપણી જાતને અને આપણા આત્માને સંતોષ આપી શકીએ બાકી ભૌતિક સુવિધાઓ પાછળ ખર્ચ કરેલો સમય ક્યારેય સંતોષ આપી શકતો જ નથી એક જરૂરિયાત પૂરી થાય ત્યાં તો બીજી જરૂરિયાત ઉદભવી જ જાય છે નાની નાની બાબતો કે કાર્યોમાં મળતી ખુશી એ આપણા અંતર્મનની કે આત્માની ખુશ રાખવા માટે અગત્યની છે માટે આપણે આપણી જાતને જીવંત રાખવા માટે પણ કંઈક દૈનિક કાર્યો કે આપણી આસપાસના વર્ષોમાં એવું નવીનતમ કાર્ય કરવું જોઈએ જેથી આપણે આપણી જાતને ખુશ રાખી શકીએ અને આપણે આપણા જીવનનું સાચું આનંદ માણી શકીએ ઘણીવાર આપણે અનુભવીએ પણ છીએ કે રોજીંદા કાર્યો કરતા આપણા નવીનતમ કાર્યો આપણને જીવન જીવવા માટે એક નવી ઉર્જા બક્ષે છે અને આ નવી ઉર્જાથી આપણા જીવનનો એ સાચું ઉદ્દેશ્ય છે જીવન જીવવાનું એક લક્ષ્ય છે એ ધ્યેય છે માટે હંમેશા આપણે માનવતાનો ધર્મ સ્વરૂપે કંઇક નવીનતમ કાર્ય કરી શકીએ તો... એવું નથી કે આપણે મોટું જ કાર્ય શરૂ કરી શકીએ જેટલું આપણાથી બની શકે તેટલું કાર્ય આપણે કરવું જોઈએ છીએ તેવો કોઈ કાર્ય પણ જો આપણે કરીએ ને તો આપણા આત્મા કે આપણા અંતર્મનની ખૂબ જ આનંદ મળે છે અને આ આનંદ અવિરત હોય છે અને હંમેશા આ આનંદ આપણા મુખ પર સ્મિત લાવવા માટે પણ મદદરૂપ થાય છે એ પણ અવિરત, નિખાલસ.....
જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu : 111655770
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now