ક્યાં કોઈનો સાથ જીવનભરનો હોય છે?
પણ જિંદગીની લાંબી મજલ કાપવા
કોઈક તો જીવનમાં આવે છે.
કોઈક સાથ નિભાવે છે તો
કોઈક તરછોડે છે.
કોઈકની માયા જીવનભરની,
તો કોઈક અડધેથી જતા રહે.
કરીએ એવા કર્મો કે આપણે
હોઈએ કે ન હોઈએ રહે સુવાસ
એ સતકર્મોની જીવનભર.
મળ્યું છે જીવન પ્રેમપૂર્વક રહેવા માટે,
શાને થાય છે આ રોજે રોજના ઝગડા,
છે આટલી સરસ આ ધરતી
બાંધીને રહેવાને ઘર,
તોય લડે છે બધાં કરવાને બીજાને બેઘર.
નથી રહેવાના કોઈ એકબીજા સાથે
જીવનભર, તો શાને છે તારા મારા પર વિવાદ?