આંખો બંધ કરું છું ને તારી છબી સ્પષ્ટ દેખાઈ છે,
તારા ખ્યાલોમાં આજે હૈયું હાલકડોલક થાય છે,
નથી થયો આજ લગી આ અનુભવ મુજને,
જે તને જોયા પછી દરરોજ થાય છે...
આંખના ફરકવા માત્રથી તારા આવવાના એંધાણ વર્તાય છે,
કેમ કરી વર્ણવું તુજને, તને જોતા જ સ્તબધ થઈ જવાઈ છે,
નથી જોયું મેં નૂર આજ સુધી જે તારી આંખોમાં જોવાઇ છે,
તારી રાહમાં બેઠો છું આજે, હવે એકલું ક્યાં જીવાય છે...