હે માનવ સંકલ્પ વિકલ્પ
એનુ નામ જગત છે કારણ કે આ સૃષ્ટિના સરદાર સોહમ ગણાય છે માયા અને સોહમ પુરૂષ આ સૃષ્ટિ ના રચનાત્મક ગણાય છે જેણે સૃષ્ટિ સાકા
સ્વરૂપ બનાવી છે અને સોહમ પુરૂષની રચના ખુદ માલિકે બનાવી છે અને ત્યાર પછીની બનાવટ સોહમ પુરૂષ ઓમ મહાશક્તિ માયાની છે જે માયાએ પરમાત્મા એ ઉત્પન્ન કરેલ પુણ્ પુરૂષ અક્ષર પુરૂષોતમને બનાવ્યા જે અરૂપી પરમાત્મા એ રૂપ બનાવ્યુ તેવું જ આ માયા એ માનવ પિજરૂ બનાવ્યુ છે જે અસલ પણ ચેતન છે અને માયા
એ નકલ બનાવ્યુ તે પણ ચેતન બનાવ્યુ અને તે પિજરામ મનરૂપી સોહમ
પુરૂષ અને મહાશક્તિ ની ધારા છુપાયેલી છે અને મનથી સંકલ્પ વિકલ્પ ઉઠયા જ કરે છે એક સંકલ્પ પૂરો થાય ત્યા બીજો ઉઠે એનુ નામ જગત છે જે ગુરૂ મહારાજ ગિરધર ભાઈ
જય નિરાંત