વસંતના વધામણા...
વનવગડામાં વાવડ દેતી..
કેસૂડાંને કામણ દેતી....
જૂઈ ચંપાને યોવન દેતી....
એવી આવી રે વસંત.....
ભમરા ને તું ગુજંન દેતી.....
કોયલ ને તું કૂજંન દેતી....
રુદિયા ને તું રુદન દેતી.....
એવી આવી રે વસંત.....
શેરીઓમાં સાદ દેતી....
ઉત્સવો માં નાદ દેતી.....
માનવ ને તું યાદ દેતી....
એવી આવી રે વસંત....
ચાલો સૌ હેતે વધાવીએ....
ત્રૃતુની રાણીને સ્નેહે સણગારીએ...
એવી આવી રે વસંત....