પ્રેમની દિવાલોથી બન્યુ મારુ પ્યારું ઘર,
સ્પંદનો ભેગા મળી બન્યુ મારુ પ્યારું ઘર,
લાગણીનાં માંડવે બંધાણુ મારુ પ્યારું ઘર,
મીજબાનીની લહેરો છેડતુ મારુ પ્યારું ઘર,
કિલકારી બાળકોની સંભળાવતું મારુ પ્યારું ઘર,
બાળકો થકી આંગણું ગજવતુ મારુ પ્યારું ઘર,
સ્નેહ કેળી સાંકળમાં ભરતું મારુ પ્યારું ઘર,
ભલે હોય સ્વર્ગથી સુંદર આ દુનિયા"રાજલ",
પણ છે ધરતીનો છેડો મારુ પ્યારું ઘર.....
-Rajeshwari Deladia