તારા દગા પર પ્રેમ છે, કારણ કે મને દગો દેવા માટે ખોટો તો ખોટો, તે પ્રેમ તો કર્યો.
તારા પ્રેમ ને નફરત કરું છું, કારણ કે પ્રેમ કરવા પાછળનો હેતુ દગો આપવાનો હતો.
ઊપરોક્ત વાક્યો સાથે મારે કોઈ જ સંબંધ નથી, આશા છે કોઈને નહી હોય. અહિં કહેવા એટલું જ માંગુ છું કે કોઈ પણ કાર્ય નહી, તે કાર્ય પાછળનો હેતુ મહત્વનો છે, ઉદ્દેશ્ય મહત્વનું છે. મહાન કાર્ય પાછળ મહાન લક્ષ્ય અને મહાન લક્ષ્યનો પીછો કરવા હેતુ પણ સારો હોવો જરૂરી છે.
લક્ષ્યમાં લુચ્ચાઈ, હેતુમાં હરામખોરી, રાખી દેશે તમારી સફળતાને કોરી.
- પાર્થેશ નાણાવટી