શબ્દ ની સૃષ્ટિ છે, શબ્દ માં જીવન છે, શબ્દ માં ચેતના છે,
શબ્દ પરમાત્મા નું સ્વરૂપ છે. શબ્દ જીંદગી નો આધાર છે
પ્રકૃતિ શબ્દ મય છે, સંસ્કૃતિ શબ્દ મય છે, વૃત્તિ પ્રવૃત્તિ નં નિવૃત્તિ બધુજ શબ્દ મય છે.શબ્દ સર્વવ્યાપી છે.
શબ્દ એ પરમાત્મા નું જ સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ છે.
ગીતા, ઉપનિષદ ને બીજા ગ્રંથો માં શબ્દ નું રહસ્ય વર્ણવ્યું છે
શબ્દ ની ઉપાસના જ વિદ્યા પ્રાપ્તિ છેશબ્દ માં સંમોહન છે, જાદુ છે, આકર્ષણ- શિક્ષણ છે
શબ્દ નો સ્ફોટ થવો એ જ સૃષ્ટિ ની રચના છે,
સૃષ્ટિ નો પ્રથમ શબ્દ ૐ છે, ૐ કાર વેદનુ સ્વરૂપ છે,
ગીતા : કહૈ છે अक्षरं ब्रह्म परमं , ॐ इति एकाक्षरं ब्रह्म,
પતંજલિ ઋષી : तस्य वाचक प्रणव: !
શબ્દ બ્રહ્મ છે, જીવંત છે, તે માં ચૈતન્ય છે શબ્દ જડ નથી
શબ્દ માં રસ છુપાયેલી અમૃતા વાણીનું સામ્રાજ્ય છે, માટે
શબ્દ ને સમજી સદ્ઉપયોગ કરવો જોઈએ.
શબ્દ ની માતૃકા શક્તિ ને જાણો, તે સ્વર અને વ્યંજન ના મિશ્રણ થી શબ્દ ની મહાન સૃષ્ટિ રચે છે.
શબ્દ એ માંત્રિક શક્તિ છે, તેની પ્રાણી માત્ર પર અસર થાય છે, જે મન ને પણ તારી દે , તે શબ્દ મંત્ર છે, આમ શબ્દ નો મહિમા ગવાયો છે, શબ્દ એક રહસ્યમય દિવ્ય સાધન છે
પરંતુ આપણે તેની ગરિમા થી વાકેફ જ નથી, તે થી તે મહાશક્તિ નો આપણે નકારાત્મક ને નકામી વાતો ના વડા કરી, ટોળટપ્પાં, ગામ ગપાટા કરી વેડફી નાખીએ છીએ.
શબ્દ વિચારો ને જન્મ આપે છે, વિચારો આચરણ ને ઉપજાવે છે,શુભ સંકલ્પ ને શુભ વિચાર નું પરિણામ શુભ ફળદાયી છે, અશુભ નકારાત્મક શબ્દ ને વિચારોનુ પરિણામ
વિધ્વંસક છે. વિનાશકારી છે.
આજ ના મોર્ડન જમાના નો યુવાન પટરપટર બોલતો થ ઇ ગયો છે, પરંતુ તે શબ્દ ની ગરિમા ને વિવેક ભુલ્યો છે, તેથી
તે ફક્ત સૅલ્સમેન બની ને રહી ગયો છે, ફક્ત પોતાના સ્વાર્થ પુરતા જ સીમિત શબ્દોની સૃષ્ટિ માં રાંચી સુખ ની શોધ માં ભટકી ને નિરાશ થઈ ગયો છે, તેને શબ્દ નું રહસ્ય જ ખબર નથી, જે શબ્દ સંસારિક ભોગ સામગ્રી આપે છે, તે શબ્દપરમાત્મા ને પણ તમારી સાથે લાવી દઈ શકે છે,
માણસ પોતાના સ્વાર્થ નું ને મતલબ નું જ બોલી મતલબની
પોતાની વિચારધારા માં જીવી રહ્યો છે અને પછી સુખ શાંતિ અને આનંદ ની અનુભૂતિ ચાહે છે, પરંતુ કસ્તુરી વાળા મૃગ જેવી તેની હાલત છે, પોતાની ભીતર જ વસ્તુસ્થિતિ છે , પરંતુ સમજદારી નથી તેથી પોતે જ પોતાના થી છેતરાયો છે
તેને આ અહેસાસ પણ થતો નથી,અંને અહેસાસ થાય ત્યાં સુધી તો સમય વીતી ગયો હોયછે,
મીઠા ને મધુર શબ્દ બોલવામાં નૂકશાન છે જ નહિ, પરંતુ માણસ કર્કશ વાણી બોલી પોતાનું જ અહિત કરી બેસે છે
શબ્દ બ્રહ્મ છે, ઉપાસ્ય છે, ઈશ્વર નું જ સ્વરૂપ છે, શબ્દ મંત્ર છે મનન કરવા લાયક છે,જો આટલી સમજણ વિકસિત થાય ,તો સમજી લેવું તમારી જીંદગી જીવવાની આસાન બની જશે, સુખ શાંતિ, સમૃદ્ધ ,ને મૈત્રી દોડતી આવશે, તમે લક્ષ્મી વાન , ઐશ્વર્યવાન થઇ જશો. પ્રયત્ન કરી પરિણામ અનુભવી જુઓ.
સારાંશ: મિત્રો જેવું અન્ન તેવું મન, ને તેવી વાણી એવી બધા ને ખબર છે જ, પરંતુ જરાક વિશ્લેષણ કરીને શબ્દ નું રહસ્ય સમજાય એવુ જીવન જીવો,તો આપણું જ કલ્યાણ થશે
-મોહનભાઈ આનંદ