*આ છે પંખીડાનો મેળો રે*
✍🏻 *ભોજાભગત*
🦆🦆🦆🦆🦆🦆🦆
આ છે પંખીડાનો મેળો રે ભાવોભવ નહીં રહે ભેળો
સરવે વાતે સંપ કરી ને,કુસંપ પરો મેલો
હરિ ભજયામાં હાંસલ છે,એ વિચારી સેવો રે
નર જાણે નિરભે થયા ને,ઘણો અવસર છે અધુરો
હરિ ભજયા વીણ હાણ ઘણી છે,ડહાપણ શુ ડોળો રે ?
જન્મ ધરી જેણે હરિ ભજયા નહી આખર ઉભેલો રે
ભોજો ભગત કહે ઉપડી જાશે,પતંગ રંગ પીળો રે..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻