ગજબના છે, તું શબ્દો જોને કેવાં,
કદી દર્પણ ના જુઠ,ત્યાં બોલે એવાં.
હું ક્યાં બદલાઇ,ને બદલે હૃદયથી,
ચહેરા સત્ય ક્યાં છે, તોલે એવા.
ભરી શ્વાસે ઉમડતા હોય છે ત્યાં,
વિચારોના વમળમાં દિલ ઝોલે એવા
હ્દય કુંજે થશે ગૂંજન, કદાચિત,
છે શબ્દો બીજ ,નાદોને ખોલે એવા.
અમાવસ હો મળે ચાંદો સૂરજ પણ,
ખૂલે છે દ્વાર જો આનંદ મોલે એવા,
-મોહનભાઈ આનંદ