તૃષ્ણા હતી જેની એતો નકાબમાં છૂપાઇ ગયા;
જીંદગીના વર્ષ ઉમ્રના હિસાબમાં ખર્ચાઈ ગયા;
જીવનમાં જેમને મેળવવાની હતી એક ખેવના,
એ પણ હવે બસ મારા ખ્વાબમાં જડાઈ ગયા;
સવાલો ઘણાય કરી જોયા મેં એમને પ્યારના,
બોલ્યા કૈક એવું કે એ જવાબમાં છવાઈ ગયા;
ઝાકળ બની આજ આંખે વહ્યા છે જે આંસું,
તેમનો દિદાર થતાં જ હિજાબમાં સંતાઈ ગયા;
સૂરજ, ચાંદ અને તારાની થતી ક્યારેક વારતા,
એ આજ કાલ ફક્ત કિતાબમાં વંચાઈ ગયા;
ગુલશન પણ મહેંકી ઊઠતો'તો જેની ફોરમથી,
એ ગુલ પણ આજ તો ખ્યાલમાં છૂંદાઈ ગયા;
લહેરોને મોકલે છે કિનારે આ મહેરામણ છતાં,
સાહીલ પર રહી અમે પ્યાસમાં હણાઈ ગયા;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)