આજનો દિન મહિમા:-
આજે પોષી પૂનમ. મા અંબાનો પ્રાગટયોત્સવ અને શાકંભરી નવરાત્રીની સમાપ્તિ. કદાચ આ બે બાબત તો ઘણાં લોકો જાણતા હશે.
આ સિવાય પણ આ દિવસનું મહત્ત્વ છે - ભાઈ બહેનના પ્રેમનું. ભાઈ બહેન માટે વર્ષ દરમિયાન ત્રણ તહેવારો આવે છે - રક્ષાબંધન, ભાઈબીજ(જે મોટા ભાગે બધાને ખબર છે) અને ત્રીજો પોષી પૂનમ. આજનાં દિવસે કુંવારી બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરી વ્રત રાખે છે.
આજની પેઢીને તો કદાચ આ બાબત ખબર નહીં હશે. મોટા શહેરોમાં પણ હવે તો આ બાબત લગભગ નામશેષ થઈ ગઈ છે, પણ ગામડાઓમાં હજુ પણ આજનાં દિવસે કુંવારી બહેન ભાઈ માટે વ્રત રાખી તેનાં દીર્ઘાયુની પ્રાર્થના કરે છે.
#દિનમહિમા