પાથર્યા ફૂલો જ અમે તમારી રાહોમાં
આક્ષેપ મૂકી હૃદયે કેવો શૂળ ગોપ્યો..
અમે સ્વભાવે ભોળા ઘણા જ
માટે, છળવાનો કાફિલો મોટો રહ્યો.!
આમ તો હતા હિતશત્રુઓ ઘણા રાહોમાં
એક તમારો ઉમેરો જ ઘાતક રહ્યો.!
કિંમતી લાગણીની અભિવ્યક્તિ કરી
અમને ચૂકવણીનો અફસોસ મોંઘો રહ્યો.!
હંમેશા માંગી ખુશીઓ તમારી દુવાઓમાં..
તમારી બદ દુઆઓનો અભિશાપ અમને મળ્યો.!!
દર્શના રાધે રાધે