ગંગાસતી ની વાણી...૨૬
🌳🌳🌳🌳🌳🌳🌳
વિવેક રાખો તમે સમજી ચાલો ને વસ્તુ રાખો ગુપ્ત રે
મુખના મીઠા ને અંતરના ખોટા ને
એવાની સાથે ન થાજો લુબ્ધ રે
વિવેક...
ભાઈ રે !
અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું
જેને રે'ણી નહિ લગાર રે
વચનલમપટ ને વિષય ભરેલાને
એવાની સાથે મેળવવો નહિ તાર રે
વિવેકી...
ભાઈ રે !
અહનતા મમતા આશા ને અન્યાય ને
ઈરશા ઘણી ઉરમાય રે
એવા માણસને અજ્ઞાની ગણ્યા ને
પોતાની ફજેતી થાય રે
વિવેક...
ભાઈ રે !
દાઝના ભરેલા ને દુબજામાં પુરા ને
નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતિ એમ બોલિયાં ને
તમે એવાથી પામજો ત્રાસ રે
વિવેક...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻