ગંગાસતી ની વાણી...૨૫
🌷🌷🌷🌷🌷🌷🌷
જીવ ને શિવની થઈ એકતા ને
પછી કહેવું રહ્યું નહિ કાંઈ રે
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને
તે સમાઈ રહ્યો સુનની માઈ
જીવને...
ભાઈ રે !
તમે હરિ હવે ભરપૂર ભાળયાને
વરતો કાયમ ત્રિગુણની પાર રે
રમો સદા એ એના સંગમાં ને
સુરતા લગાડો બાવન બાર રે
જીવ ને...
ભાઈ રે !
મૂળ પ્રકૃતિથી ગયા ને
તૂટી ગઈ સઘળી ભ્રાત રે
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને
જ્યાં વરસે છે સદા સ્વાત રે
જીવ ને...
ભાઈ રે !
સદા આનંદ હરીના સ્વરૂપમાં ને
જ્યાં મટી મનની તાણાવાણ રે
ગંગા રે સતિ એમ બોલિયાં રે
તમે પદ પામ્યા નિર્વાણ રે
જીવ ને...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻