*કાગળિઓ હરિને લખીએ*
✍🏻 મોરારસાહેબ
📙📙📙📙📙📙📙
લાવો લાવો કાગળીઓ ને દોત હરિને લખીએ રે
એવો શો છે અમારો દોષ ના'વ્યા ફરી ને રે
જાવ જાવ ઘુતારા કાન તમે છો બહુરંગી રે
તમે કોઈના ન રાખ્યા માન ઘણાના છો સંગી રે
ઊંડા કૂવામાં આજ ઉતાર્યા હરીએ અમને રે
એવા વરત વાઢો માં મહારાજ ઘટે નહિ હરિ તમને રે
ગુરુજી અમૃત પાઈને આજ ઉછેર્યા હરિ અમને રે
એવા વખડાં ઘોળો માં મહારાજ ઘટે નહિ હરિ તમને રે
અમર પછેડો આજ ઓઢાડ્યો હરીએ અમને રે
ખેંચી લિયો માં મહારાજ ઘટે નહિ હરિ તમને રે
આંગળીએ ઝાલીને આજ રમાડ્યા હરીએ અમને રે
તમે તરછોડો માં મહારાજ શુ કહીએ તમને રે
સાંભળી રવીગુરુ ભાણ ત્રિકમ બેડી તારો રે
એવા મોરાર કહે છે મહારાજ ભવસાગર ઉતારો રે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻