10.નિરાંત સ્વામીની વાણી.
મોહન મથુરા જઈ બેસી રહિયા રે
કોણ મારો સંદેશો લઈ જાય.જો.ટેક...
ઓધવ સાને ન આવ્યા સામડા રે.
મોહન વિના મન મુંજાય જો.ટેક...
આજ મુને ઘરમાં ગમતું નથી.
મુજને મંદિર ખાવા ધાવા જાય જો.ટેક...
શેરિયો શ્યામ વિના શુંનકાર છે રે.
વેરણ રજની કેમ જાય જો.ટેક...
સૂતા સેજલડી એ ઘણું સંભાળે રે.
પ્રભુ વિના ઘરમાં ના રહેવાય જો..ટેક...
વ્હાલા વેલે વછોયા પાંદડાં રે.
લીલુડા કેમ રહે વાયરે સુકાઈ જાય જો.ટેક..
વાયદો એક દિવસનો કરી ગયા રે.
તેના દિવસ થયા છે સાત જો.ટેક...
સ્વામી નીરાંતના ને નવ ઘટે રે.
વ્હાલે મહરે આખર જણાવી જાત જો.ટેક...