ગંગાસતી ની વાણી...૨૭
🌸🌸🌸🌸🌸🌸🌸
લાભ લેવો હોય તો બેસો એકાંતમાં,બતાવું કૂંચી અપાર રે
ઇ રે કૂંચી થી બ્રહ્મના તાળા ઉઘડેને,લાગે ભજનમાં એક તાર રે
લાભ...
ભાઈ રે !
પ્રથમ મુખ્ય તો ધારણ રાખો ને,દશા રાખો ગંભીર રે
નિમ બારું નહિ બોલવું ને,ધારણા રાખવી ધીર રે
લાભ...
ભાઈ રે !
આહાર તો સર્વે સત્ત્વગુણી કરવો ને,રૂડી પાળવી રીત રે
ગુરુના વચનને મૂકવું નહિ ને,રાખવી પરીપૂરણ પ્રીત રે
લાભ...
ભાઈ રે !
ખટમાસ એકાંતમાં આસન જીતવું,ત્યારે અર્ધા યોગ કહેવાય રે
ગંગાસતી એમ બોલિયાં રે,પછી અભ્યાસ વધતો જાય રે
લાભ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻