Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીદ ને થાય છે મુજ ને
ઝાંઝવા થી મહોબ્બત
દોટ મુકું છું કાયમ તારો
અમૂલખ પ્રેમ પામવાને....

આ ભીતર માં વમળાતી
વાતો જઈ ને કોને કહું?
ધડકન આ મારા દિલ ની
બેતાબ છે સત્કારવાને...

રાહ જુવે છે મારી નજર
તારી નજર પામવાને
તારી આંખો નું અફીણ
તરસું છું હવે પીવાને...

કેફ છે તારા પ્યાર નો
હવે નથી ઉતરવાનો
છું નશા માં ચકચુર
તારા પ્યાર માં ડૂબવાને....

બેફામ મહોબ્બત કરી
તને ઓ મારી કલ્પના
ઝૂરે છે આ દિલ હવે
તારી મહોબ્બત પામવાને...

ભલે કરે તું લટકા,છણકા
રીસ, ટહુકા વ્હાલા છે
એ પ્રીત ના છે મસાલા
આતુર છું મહેક માણવાને...

જિંદગી ના લેખા જોખા
તે બહુ કર્યા છે "બકુલ"
મહોબ્બત નો આશિક છું
તારી પ્રીતિ પામવાને....

-bakul

Gujarati Poem by Bakul : 111651542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now