દરિયા કિનારે મારા દિલને લાગ્યો થડકો;
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
કેશ છે કાળા ને છે કામણગારા,
દેખ્યા ઘણા એમના પર મરનારા,
લહેરાતી લટ દે ગજબનો ઝટકો,
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
ગાલ ગુલાબી, છે હોઠ શરાબી,
ઠાઠ તો છે એમનો નવાબી,
આંખોમાં છે અજબનો છણકો,
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
ઘાટ ઘાટીલો ને રંગ રંગીલો,
અંદાજ એમનો છે અલબેલો,
કમર તો જાણે કાજુનો કટકો,
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
પગની પાયલ કરે સૌને ધાયલ,
એની અદાના છે હર કોઇ કાયલ,
કહો એમને આમ પગના પટકો
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
ખોયું છે દિલ ને ખોયું છે ચેન,
અનિમેષ નજરે તાગે છે નૈન,
કહું આખોંને જરા તો ઝપકો,
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
દરીયા કિનારે મારા દિલને લાગ્યો થડકો;
ભરતી ટાણે આજ જોયો એમનો ભપકો;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)