*પડદો દે જે પાડી*
🍁🍁🍁🍁🍁🍁🍁
પડદો દે જે પાડી પૂંજારી મારે
નથી જોવા માનવી અનાડી...
કાળજાના કાળા મંદિરીએ આવે
દર્શન કરવા ટાણે
હાથ જોડીને મસ્તક નમાવે
પેટમાં પાપ સંતાડી...
માલેતુજાર મારા મંદિરીએ આવે
ઉભી રખાવે સામે ગાડી
પાપના પૈસાની સામગ્રી લાવે
વળતા માંગે વાડી...
સૌ ના દેખતા આરતી ઉતારે
મારી સામે શંખલા વગાડી
એવાના પૈસાના ઘી ના દીવડા
દીએ મારા દલડા દઝાડી...
ઉપરથી ઉજળા ને અંદરથી મેલા
કામી પ્રપંચી ને લબાડી
તુલસી ના ફૂલ એતો ચરણ લગાવી
અભડાવે હાથને અડાડી...
અહીં આવી ઈતો આશુંડા સારે
ઉપરથી દીનતા બતાવી
ગોવિંદના નાથ કહે મારા હાથમાં
સાચા ખોટાની ચાવી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻