મેં ટપાલી સતનામ સાહેબકા
♦♦♦♦♦♦♦
મેં ટપાલી સદગુરુ દેવ કા...
એ સતની ટપાલ મેં શિર ધરી
મેં....
નોકરી કરું મેં સદગુરુ દેવની
ધરો ધર વેચુ ફરી
દુખિયા જીવમે જોયા જગતમાં (૨)
મોહમાયાની મોહિનીકા ચડી
મેં....
સુતેલા જીવને જઇ મારા ગુરુએ જગાડીયા,
ગામોગામ એની ખબર પડી
મેં....
કરણી કરું કાગળ માંહી
સોહમ નામની માંહી સહિ કરી
મેં...
સત નામનો માંહી સિક્કો માર્યો,ગુરુ ગમમાં દીધો ભરી
મેં....
સત ની ટપાલ કોઈ વિવેકથી વાંચો,વાંચી વિચાર લેજો કરી
મેં...
પછી આનંદ લહેરો મારા ઉરમાં જાગે,જન્મ મરણ એના જાશે
મેં...
આ સંદેશો અગમનો રે,અગમની ગમ કરી લેજો
ત્યાગી બાપુ આવી ટપાલ મોકલે,મારી ફરજ મેં પુરી કરી
મેં...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻