કુદરતની કયામતને શબ્દોનો શૃંગાર આપતું માધ્યમ છે મારી કવિતા....
ઉગ્ર મારા ગુસ્સાને ઠાર પાડવાનો રસ્તો છે મારી કવિતા....
અવ્યક્ત રહેલી મારી લાગણીઓનો બીજો પર્યાય છે મારી કવિતા...
મનમાં રહેલા વસવસાનું વ્યક્ત સ્વરૂપ છે મારી કવિતા....
દિલમાં રહેલા પ્રેમને કલમની ધારથી વરસાવતી છે મારી કવિતા....
જિંદગીના તમામ મારા દુઃખ સાંભળતી મારી સખી છે કવિતા.....
એક અલગ જ કાલ્પનિક દુનિયા જીવડાવી આનંદ આપનાર છે મારી કવિતા.....
-PARL MEHTA